News of Sunday, 24th November 2024
મહારાષ્ટ્રમાં ભાજપની બમ્પર જીત બાદ, ઓલ ઈન્ડિયા એકતા ફોરમના પ્રમુખ અને ઈસ્લામિક ઉપદેશક મૌલવી સજ્જાદ નોમાનીના સૂર એકાએક બદલાયો
મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન કરતા મુસ્લિમોનો બહિષ્કાર કરવાના તેમના નિવેદન બદલ જાહેરમાં માફી માંગી છે.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ભાજપની બમ્પર જીત બાદ, ઓલ ઈન્ડિયા એકતા ફોરમના પ્રમુખ અને ઈસ્લામિક ઉપદેશક મૌલવી સજ્જાદ નોમાનીના સૂર એકાએક બદલાઈ ગયા છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન કરતા મુસ્લિમોનો બહિષ્કાર કરવાના તેમના નિવેદન બદલ જાહેરમાં માફી માંગી છે.
સજ્જાદે કહ્યું કે, મારું નિવેદન કોઈ સમાજ વિરુદ્ધ નથી કે કોઈ પણ પ્રકારે ફતવો નથી. તેમ છતાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું મારા શબ્દો પાછા ખેંચી લઈ લઉં છું અને બિનશરતી માફી માંગુ છું. મૌલાના સજ્જાદ નોમાની આ અંગે એક વિગતવાર માફી પત્ર લખ્યો છે.
સજ્જાદ નોમાનીએ કહ્યું કે ભાજપને સમર્થન કરતા મુસ્લિમોનો બહિષ્કાર કરવાના મારા નિવેદનની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. મારું આ નિવેદન લોકસભા ચૂંટણી પહેલા સપ્ટેમ્બર 2024નું છે. મેં આ નિવેદન ખાસ સંદર્ભમાં ઘણા લોકોના પ્રશ્નોના જવાબમાં આપ્યું હતું. આ એવા લોકો હતા, જેમને લોકસભાની ચૂંટણીમાં મત આપવાનો તેમનો મૂળભૂત અધિકાર મેળવવાથી રોકવામાં આવ્યા હતા.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
