<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

"પાંચ દિવસ પછી શરૂ થઈ રહેલ ચિલ્લે કલાં"ના ૪૦ દિવસની પ્રચંડ ઠંડીના પ્રારંભ પૂર્વે કાતિલ ઠંડી કાશ્મીરીઓના ભુક્કા બોલાવી રહી છે : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે સોમવાર તારીખ ૧૬ અને આવતીકાલે મંગળવારે તારીખ ૧૭ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના :કાશ્મીર ખીણના તમામ ૧૦ જિલ્લાઓમાં તાપમાન શૂન્યથી નીચે ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલ્યું ગયું છે: "ચિલ્લે કલાં"ના સમય દરમિયાન, ચાલુ ઠંડીની લહેર તેની ચરમસીમાએ પહોંચશે અને કાશ્મીરના પર્વતો અઠવાડિયાઓ સુધી બરફથી ઢંકાયેલા રહેશે, વિશ્વપ્રસિદ્ધ શ્રીનગરનું દાલ સરોવર પણ થીજી જવાના તબક્કે પહોંચી જશે : મુસાફરોને દિવસના સમયે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવાની અને રામબન અને બનિહાલ વચ્ચે બિનજરૂરી સ્ટોપેજ, ઉભા રહેવાનું ટાળે તેવી પણ સલાહ આપવામાં આવે છે : મેન્ટેનન્સ એજન્સીઓ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ મુગલ રોડ, સિંથાન રોડ અને સોનમાર્ગ-કારગિલ રોડ પર ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે7:23 PM IST

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુંબઇમાં:વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ-૨૦૨૪માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા : ગુજરાત: ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ ડ્રાઇવિંગ ઈકોનોમિક ગ્રોથ વિષયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વ્યાખ્યાન:વડાપ્રધાનના વિઝન અનુરૂપ ફ્યૂચરિસ્ટીક ડેવલપમેન્ટના સેક્ટર્સમાં ગુજરાતને લીડર બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી:રિન્યુએબલ એનર્જી પોલિસી - ગ્રીન હાઈડ્રોજન પોલિસી જેવી પોલિસીઝથી ગુજરાત ગ્રીન ફ્યુચર માટે પ્રતિબદ્ધ :ધોલેરા SIR વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને લોજિસ્ટિક સુવિધાઓથી સેમીકન્ડક્ટર્સ અને ઇમર્જિંગ સેક્ટર્સ માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે7:50 PM IST

રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો રણોત્સવ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ને સાકાર કરવાનો અવસર:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : વર્ષ ૨૦૦૫માં ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે શરૂ થયેલો ‘રણોત્સવ’ ગ્લોબલ ઇવેન્ટ બની :વડાપ્રધાનના વિઝનથી કચ્છ રણોત્સવ થકી પ્રવાસનનું તોરણ બન્યું :અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા શરૂ કરાઈ છે: પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા :રણોત્સવ સફેદ રણ ધોરડો ખાતે કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા "રણોત્સવ" થીમ આધારિત વિશેષ પોસ્ટલ કવરનું મુખ્યમંત્રીના વરદ હસ્તે અનાવરણ :ધોરડો સફેદ રણ ખાતે મધ્યમવર્ગીય પરિવારો માટે રૂ. ૫૪ કરોડના ખર્ચે ૪૬૦ ટેન્ટની સુવિધા ઊભી કરાશે9:31 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST