તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th December 2024
બેંગલુરુમાં વુમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે મીની ઓક્શન : 19 સ્લોટ માટે 120 નામો માટે બોલી લગાવવાશે
91 ભારતીય, 29 વિદેશી અને સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ વખતે 30 કેપ્ડ ખેલાડીઓનો સમાવેશ

બેંગલુરુ: આજે વુમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે મીની ઓક્શન યોજાવાનું છે. જેમાં કુલ 19 સ્લોટ ભરવા માટે કુલ 120 નામો માટે બોલી લગાવવામાં આવશે. જેમાં 91 ભારતીય, 29 વિદેશી અને સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ વખતે 30 કેપ્ડ ખેલાડીઓ (9 ભારતીય, 21 વિદેશી છે, જ્યારે 90 અનકેપ્ડ 82 ભારતીય, 8 વિદેશી છે.
ગુજરાત જાયન્ટ્સ 4.4 કરોડ રૂપિયાના સૌથી મોટા પર્સ સાથે મીની ઓક્શનમાં એન્ટ્રી કરશે. ગુજરાત જાયન્ટ્સને મિની ઓક્શનમાંથી બે વિદેશી ખેલાડીઓ સહિત ચાર ખેલાડીઓની જરૂર છે. યુપી વોરિયર્સની ટીમને એક વિદેશી ખેલાડી સહિત ત્રણ સ્થાન ભરવાા છે, જ્યારે અન્ય ત્રણ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કેપિટલ્સને ચાર-ચાર ખેલાડીઓ લેવાના છે
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
