<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

જનરલ કોચમાં મુસાફરી કરતા,જમીન પર સૂતા, તબલાને ખોળામાં રાખતા :ઝાકિર હુસૈનએ દુનિયાને અલવિદા કરી

પ્રખ્યાત તબલાવાદક અને સંગીતકાર ઝાકિર હુસૈનનું અવસાન:73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા :જાણો કોણ હતા ઝાકિર હુસૈન

વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને અલવિદા કહ્યું. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા ઘણા સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડિત હતા. તેમના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છે. ચાલો જાણીએ કોણ હતા ઝાકિર હુસૈન?

શરૂઆતના દિવસોમાં તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈન પાસે પૈસાની તંગી હતી. તે સમયે તે ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા હતા,જ્યારે તેને ટ્રેનમાં સીટ મળતી ન હતી, ત્યારે તે ફ્લોર પર ફેલાયેલા અખબારો પર સૂઈ જતા. આ દરમિયાન ઝાકિર હુસૈન તબલાને ખોળામાં રાખીને સૂતા હતા, જેથી કોઈનો પગ તેને સ્પર્શે નહીં.

  ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો પ્રથમ કોન્સર્ટ 11 વર્ષની ઉંમરે અમેરિકામાં થયો હતો અને તેમણે વર્ષ 1973માં તેમનું પહેલું આલ્બમ લોન્ચ કર્યું હતું, જેનું નામ 'લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ' હતું. તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ પણ મળ્યા છે

  12 વર્ષની ઉંમરે ઝાકિર હુસૈન તેમના પિતા સાથે એક કાર્યક્રમમાં ગયા હતા, જેમાં પંડિત રવિશંકર અને બિસ્મિલ્લા ખાન સહિત ઘણા સંગીત દિગ્ગજો હાજર રહ્યા હતા. ઝાકિર હુસૈને જ્યારે પોતાનું પર્ફોર્મન્સ આપ્યું તો બધા મંત્રમુગ્ધ થઈ ગયા. આ કાર્યક્રમમાં તેને 5 રૂપિયા મળ્યા હતા. આ અંગે તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 5 રૂપિયા તેના જીવનના સૌથી મૂલ્યવાન હતા.

  

(10:12 PM IST)