Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૩૦-૧૧-ર૦ર૦ સોમવાર
કારતક સુદ-પૂનમ, પૂનમ બપોરે ૩-૦૦ સુધી, ગુરૂનાનક જયંતિ-દેવ દિવાળી , પુષ્કરનો મેળો, તુલસી વિવાહ પૂર્ણ, કાર્તિક સ્નાન પૂર્ણ દીપદાન , સિદ્ધચચલનીની યાત્રા, છાયા ચંદ્ર ગ્રહણ ભારતમાં નહી દેખાય જેથી પાળવાનું નથી
સૂર્યોદય-૭-૧૦,સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૮
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
દિવસ-શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૪ થી ૧ર-પ૭ સુધી, ૭-૧૧થી ૮-૩ર અમૃત ચોઘડીયું ૯-પ૩ થી ૧૧-૧૪ શુભ-ચોઘડીયુ, ૧૩-પ૭થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-૪૦ સુધી, રર-પ૭થી લાભ-ર૪-૩૬ સુધી,
શુભ હોરા
૭-૧૧ થી ૮-૦પ સુધી, ૮-પ૯થી ૯-પ૩ સુધી, ૧૧-૪૧થી ૧૪-ર૪ સુધી, ૧પ-૧૮થી ૧૬-૧ર સુધી,
બ્રહ્માંડના સીતારા
દરેક વ્યકિત પોતાના નોલેજનો ઉપયોગ પોતાની આજીવીકા માટે કરે છે અને તે જરૂરી પણ છે. અહીં ફકત પૈસા કમાવા માટે જ નહીં પણ કોઇને મદદરૂપ થવા માટે પણ પોતાના નોલેજનો ઉપયોગ કરવો જોઇએ. મારા વર્ષોના અનુભવ અને નોલેજનો ઉપયોગ વધુમાં વધુ લોકોને મલે તેવું સતત ઇચ્છતો રહું છું અને તે પ્રમાણે લોકોને માર્ગદર્શન આપું છું. જન્મનો સૂર્ય અને ગુરૂ બળવાન હોય કર્મ સ્થાન બળવાન હોય તો જરૂરથી આવી ઇચ્છાઓને વેગ મલે છે કોઇને કદી છેતરવાની ઇચ્છા ન રાખવી જરૂરીયાત વાળી વ્યકિતને આપણે ઉપયોગમાં આવવું રોજ સૂર્ય નમસ્કાર કરવા હું હંમેશા એવું ઇચ્છુ છું કે મારૂ નોલેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચે.