• રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST

  • સૌથી ઓછા સમય સુધી સીએમ રહેનાર શિબૂ સોરેન પછી બીજા નેતા બન્યા યેદુરપ્પા : યેદુરપ્પા ભલે કર્ણાટકના સીએમ ના બની શકયા પરંતુ તેઓએ સૌથી ઓછા સમય માટે ખુર્શી પર ટકી રહેનાર ઝારખંડના શિબૂ સોરેનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 2 માર્ચ 2005માં મુખ્યમંત્રી પદે શપથ લેનાર શિબૂ સોરેને ફ્લોર ટેસ્ટ પહેલા જ 12 માર્ચ 2005ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજી નામું આપી દીધુ હતુ. ત્યારે યેદુરપ્પાએ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યાના 57 કલાકમાં જ રાજીનામું આપી દીધુ. access_time 12:42 am IST

  • પાકિસ્તાન સરકારે દેશના અનેક વિસ્તારમાં અંગ્રેજી ન્યૂઝપેપર ડોનના સર્કુલેશન પર રોક લગાવીને પ્રતિબંધ મૂકી દિધો છે. નવાઝ શરીફે ડોન ન્યૂઝપેપરને થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં નવાઝ શરીફે 2008 મુંબઇ હુમલા સંબંધિત વાતો કરી હતી જેમાં શરીફે સ્વીકાર્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના હતા, આ સમાચાર બાદ દુનિયાભરમાં ચર્ચા જાગી હતી. access_time 12:28 am IST