• પાકિસ્તાન સરકારે દેશના અનેક વિસ્તારમાં અંગ્રેજી ન્યૂઝપેપર ડોનના સર્કુલેશન પર રોક લગાવીને પ્રતિબંધ મૂકી દિધો છે. નવાઝ શરીફે ડોન ન્યૂઝપેપરને થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં નવાઝ શરીફે 2008 મુંબઇ હુમલા સંબંધિત વાતો કરી હતી જેમાં શરીફે સ્વીકાર્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના હતા, આ સમાચાર બાદ દુનિયાભરમાં ચર્ચા જાગી હતી. access_time 12:28 am IST

  • વધુ એક બોલીવુડ કપલ ભંગાણના આરે : અભિનેતા અર્જુન રામપાલ રહે છે પત્નીથી અલગ : બોલિવુડમાં વધુ એક કપલનું લગ્ન જીવન ભંગાણને આરે છે. બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલ અને તેની પત્ની મેહર જેસીયાના સંબંધો અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર અર્જુન અને મેહર એક સાથે નથી રહેતા. અર્જૂને પોતાનું ઘર છોડી દીધુ અને અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી આ બંનેના છૂટાછેડા અંગે ઘણાં સમાચાર સાંભળવા મળ્યા છે. access_time 12:43 am IST

  • મિર્ઝાપુરના ભાજપના પૂર્વ સાંસદ રામસકલ વિરુદ્ધ ગુન્હો દાખલ : ચોરની તરફદારી કરવા પોલીસ ચોકીએ પહોંચેલા સાંસદ અને તેના સમર્થકોએ ચોકી ઇન્ચાર્જ સાથે ગાળાગાળી અને અભદ્ર વ્યવહાર કર્યો હતો : શહેર કોટવાળીના ફતહા ચોકી ઇન્ચાર્જે કેસ દાખલ કર્યો access_time 7:47 pm IST