• દેવગઢબારિયા તાલુકાના વિરોલ ગામમાં ઉજળ નદીનાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો ફસાઈ ગયા હતા. શનિવારે સાંજે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉજળ નદીમાં પૂર આવ્યું હતું. દરમિયાન, છ જેટલી યુવતીઓ એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવા માટે નદીનો પટ ઓળંગી રહી હતી ત્યારે પ્રવાહનો વેગ વધતા ફસાઈ ગઈ હતી, પરંતુ હિંમત રાખી તેઓ રેતીના ટેકરા પર ચડી ગઈ હતી, જોકે તો પણ ચારેબાજુ પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ નદીમાં ફસાઈ ગઈ હતી. આ અંગે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર, પીએસઆઈ, તાલુકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તેમને બચાવવા માટે પહોંચી ગઈ હતી અને તેમને સલામત બહાર કાઢવામાં આવી હતી. access_time 1:18 am IST

  • સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંતરોલી ગામે તળાવમાં બે કિશોરો ડૂબ્યા છે. બંને કિશોરોના ડૂબ્યાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓએ તેમની શોધખોળ શરુ કરી છે. આ બંને કિશોર લીંબાયત તેમજ ગોદાદરા વિસ્તારના હોવાનું જાણવા મળે છે. access_time 11:39 pm IST

  • બાદલ પરિવારે હેલીકૉપટર યાત્રામાં 121 કરોડ ઉડાવ્યા : મુખ્યમંત્રી અમરિન્દરસિંહ પાસે તપાસની માંગ કરશે નવજોતસિંહ સિદ્ધુ : કોંગ્રેસ ધારાસભ્ય સંગતસિંહ ગિલજીયાનના પુત્ર દલજિતસિંહ ગિલજીયાની દ્વારા કરાયેલ એક આરટીઆઈ હેઠળ બાદલ પરિવારની હવાઈ યાત્રાના ખર્ચ બાબતે આ ખુલાસો થયો છે. access_time 1:06 am IST