<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 એક જ દિવસમાં ત્રણ ત્રણ વીમાની દુર્ઘટના સર્જાઈ: પ્રથમ દુર્ઘટનામાં ૧૭૯ના મોત: અન્ય દુર્ઘટનામાં વિમાન સળગી ઊઠ્યું તથા ત્રીજી દુર્ઘટનામાં વિમાન સ્લીપ થઈ ઘાસમાં ચાલ્યું ગયું: જો કે છેલ્લી બંને દુર્ઘટનામાં લોકો સહી સલામત:આજના દિવસમાં ત્રીજી વિમાની દુર્ઘટના સર્જાય બોઈંગ ૭૩૭-૮૦૦ એરક્રાફ્ટ, જે ઓસ્લો એરપોર્ટથી એમ્સ્ટરડેમ તરફ જઈ રહ્યું હતું તેમાં ટેકઓફ - ઉડ્ડયન શરૂ કર્યાના થોડા સમય બાદ હાઈડ્રોલિક સિસ્ટમ્સમાં ખામી સર્જાતાં પ્લેનને તાત્કાલિક લેન્ડિંગ - ઉતરાયણ કરવાની જરૂર પડી હતી.:પરિસ્થિતિને કાબૂમાં લેતા, વિમાનના પાયલોટે પ્લેનને ઓસ્લોથી ૧૧૦ કિલોમીટર દક્ષિણમાં સ્થિત સેન્ડફિઓર્ડ એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કર્યું. સુરક્ષિત ઉતરાણ કરવા છતાં, વિમાન રનવે ઉપરથી સરકી ગયું અને નજીકમાં ઘાસમાં જઈને અટકી ગયું. :વિમાનમાં મુસાફરો અને પાયલોટ એરહોસ્ટેસ સહિત કુલ ૧૮૨ લોકો સવાર હતા. જો કે તમામ લોકો હેમખેમ છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, : જુઓ વિડીયો5:40 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST