તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th December 2024
રાજકોટના પત્ની પીડિત પતિએ ફેમિલી કોર્ટમાં કરી અરજી :કહ્યું કે કંઈ અઘટિત પગલુ ભરવુ પડી શકે
તેની પત્ની નોકરી કરતી હોવા છતાં તેમણે ભરણ પોષણ આપવું પડ્યું:યુવકનું એવું પણ કહેવું છે કે તેણે ફેમિલી કોર્ટમાં અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.

રાજકોટમાં બેંગાલુરુના એન્જીનિયર અતુલ સુભાષ જેવો કેસ સામે આવ્યો છે. અહીંયા પણ પત્નીથી પીડિત પતિએ પત્નીના માનસિક ત્રાસથી કંટાળીને કોર્ટમાં અરજી કરી છે. જોકે તેનો દાવો છે કે કોર્ટે પણ તેની વાત સાંભળી નથી અને હવે તેણે પણ કંટાળીને કોઈ અઘટીત પગલું ભરવાનો વારો આવી શકે છે.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લાના એક યુવકે મીડિયા સામે પોતાની વ્યથા ઠાલવતા કહયું કે તેની પત્ની નોકરી કરતી હોવા છતાં તેમણે ભરણ પોષણ આપવું પડ્યું છે. યુવકનું એવું પણ કહેવું છે કે તેણે ફેમિલી કોર્ટમાં અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. આગળ વધતાં યુવકનો દાવો છે કે તેણે અતુલ સુભાષના કેસ પહેલાં પત્ની અને કોર્ટ દ્વારા પણ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં તેણે પણ કંટાળીને અઘટિત પગલું ભરવું પડે એવી સ્થિતિ છે.
(8:49 PM IST)










