Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જર્મનીમાં ઘરે વાળ કપાવનારા ફૂટબોલરને આઠ લાખનો દંડ

સોશિયલ મીડિયા પર ફોટો મુક્યો હતો

ડોર્ટમન્ડ, તા. : જર્મનીમાં લોકડાઉન બાદના નિયમોના પાલનનો ભંગ કરવા બદલ બોરુસિયા ડોર્ટમન્ડ ફૂટબોલ ક્લબના બે ખેલાડીને અલગ પ્રકારની સજા થઈ છે. બંનેએ વાળ કપાવ્યા અને લાખો રૂપિયાનો દંડ ભરવો પડ્યો. જેડોન સેંચો અને મેનુઅલ અકાંઝી  માસ્ક કે પીપીઈ કિટ પહેર્યા વિના પોતાના ઘરમાં વાળ કપાવી રહ્યા હતા. કારણે બંનેને . લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. બંને ખેલાડીએ વાળ કાપતાં હોય તેવા ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. માટે ક્લબે તેમની સામે કાર્યવાહી કરી હતી. જોકે સેંચો અને અકાંઝી ચુકાદા સામે પાંચ દિવસમાં અપીલ કરી શકે છે. ડોર્ટમન્ટ ફૂટબોલ ક્લબના નિર્ણય સામે સેંચો નારાજ છે. તેણે ટ્વિટ કરીને સજાને મજાક ગણાવી હતી. જોકે પાછળથી તેણે ટ્વિટ ડીલીટ કરી નાખી હતી.ક્લબે તેમની સામે પેનલ્ટી લગાવીને કહ્યું હતું કે બંને ખેલાડીએ આરોગ્ય અંગેના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. વાળ કપાવતી વખતે બંને ખેલાડીએ માસ્ક કે પીપીઇ કિટ પહેરી હતી. આમ કરવાથી તેઓ અન્ય માટે જોખમી બની શકે તેમ છે.

(7:41 pm IST)