Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ખંભાળીયા નજીક ટ્રેનમાંથી ૫ લાખની ચોરી

ખંભાલીયા તા. ર૩:  એક વેપારીનો માણસ ભાટિયાથી રૂ. પ લાખ જેવી રકમ લઇ ટ્રેન મારફતે કાલે ખંભાલીયા આવી રહ્યો હતો ત્યારે બાથરૂમ જતા થેેલામાંથી પ લાખ કોઇ લઇ જતા ભારે દેકારો બોલી ગયો હતો જો કે આ બનાવ અંગે પૈસા લઇને આવનાર વ્યકિતએ પોતાના શેઠને જાણ કરતા તાત્કાલીક રેલ્વે સ્ટેશને દોડી ગયા હતા

આજ રોજ રેલ્વે પોલીસમા ફરીયાદ કરવા તજવીજ હાથ ધરી છેજો કે રેલ્વે પોલીસ દ્વારા આ મોટી રકમ લઇને આવનાર વ્યકિતની પુછપરછ હાથ ધરવામાંં આવી છે આ સમગ્ર મામલે પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

(5:08 pm IST)