Gujarati News

Gujarati News

  • અહેમદભાઇના કેસમાં અમીત ચાવડાની હાઇકોર્ટમાં જુબાની : અહેમદભાઇ પટેલ સામેની હાઇકોર્ટમાં થયેલ ચુંટણી રીટ પીટીશનમાં આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આજે જુબાની લેવાની તૈયારીઃ ભાજપના બળવંતસિંહ રાજપુતે અહેમદભાઇના રાજયસભામાં થયેલ વિજયને હાઇકોર્ટમાં પડકારેલ છેઃ અહેમદભાઇ પટેલ- અર્જુનભાઇ મોઢવાડીયા-પરેશ ધાનાણી સહિત ઢગલાબંધ નેતાઓના નિવેદનો લેવાઇ ચુકયા છે. access_time 4:51 pm IST

  • રાજકોટમાં પુજારા ટેલિકોમના ત્રીજા માળે આગ ભભૂકી : સરદારનગર મેઈન રોડ પરના પુજારા ટેલિકોમના ત્રીજા માળે શોર્ટ સર્કીટથી આગ લાગી ;વિગતો મેળવાઈ રહી છે access_time 8:40 pm IST

  • ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર પીટર મેક્નેમેરાનું કેન્સરથી નિધન : સિડનીઃ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર પ્લેયર પીટર મેક્નેમેરાનું પ્રોસ્ટેટ કેન્સરના કારણે નિધન થયું છેઃ તેઓ ૬૪ વર્ષના હતાઃ ડેવિસ કપ અને વિમ્બલ્ડના ડબલ્સના વિજેતા રહી ચૂકેલા પીટરના નિધનથી ટેનિસ જગત શોકમગ્ન બની ગયું હતું access_time 1:10 pm IST