Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો 1283 મતે વિજય

જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં મતગણતરી બાદ  ભાજપના ઉમેદવારનો 1283 મતે વિજય થયો હતો. જ્યારે ત્રીજા ઉમેદવારને માત્ર 90 મત મળ્યાં હતાં. પેટા ચૂંટણીમાં ભાજપની જીત થવા છતાં જિલ્લા પંચાયતના સત્તા માળખામાં કોઇ તફાવત પડશે નહીં અને સત્તા કોંગ્રેસ પાસે અકબધ્ધ રહેશે.

જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠક ઉપરથી 2015ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મૂળજીભાઇ વાઘેલા વિજેતા થયા હતાં. તેઓ પ્રથમ અઢી વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યાં હતાં. થોડા સમય પહેલાં તેમનું અવસાન થતાં ખાલી પડેલી જગ્યા માટે 21 જુલાઇના રોજ પેટા ચૂંટણી યોજાઇ હતી.

  આ પેટા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના રમેશભાઇ સિંચ, કોંગ્રેસના અમિતભાઇ પરમાર તેમજ પૂંજાભાઇ ફફલનો સમાવેશ થતો હતો. આ અનામત બેઠકની પેટા ચૂંટણી માટે ગત્ રવિવારે યોજાયેલા મતદાનમાં કંગાળ મતદાન થયું હતું. માત્ર 29% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 6607 મત પડ્યાં હતાં. આ પેટા ચૂંટણી માટે  જામનગર જિલ્લા મહેસુલ સદન ખાતે ચૂંટણી અધિકારી હર્ષવર્ધન સોલંકીની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચાર રાઉન્ડમાં મતગણતરી સંપન્ન થઇ હતી.

(4:58 pm IST)