Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ધોરાજીમાં મેઘરાજા મન મુકીને વરસતા તંત્રની પોલ ખુલ્લી

ધોરાજી તા. ર૩ :.. ધોરાજી રવિવારે દોઢ ઇંચ વરસાદ બાદ આજે ફરી મેઘરાજા મનમુકીને વરસતા જાણે કાચુ સોનું વરસતું હોય તેવો હેત ખેડૂતો મો પર જોવા મળતો હતો અને જોરદાર વરસાદ પડતા ધોરાજીના ખેડૂતોએ મેઘરાજાને વધામણા કરેલ અને ઢોલ-નગારા વગાડી વરસાદને આવકાર અને લોકોના મો મીઠા કરાવેલ ભારે વરસાદ બાદ ધોરાજીની સફુરા નદીમાં ઘોડાપુર આવેલ પાણી ઓછુ દેખાતું હતું અને કચરો જાણે દેખાતો હતો. ધોરાજીની સફુરા નદી પર ચેક ડેમ જોરદાર વરસાદને કારણે અને ઉપરવાસમાં વધુ વરસાદથી સફુરા  નદીમાં પડેલ ટનો મોઢે પડેલ કચરો પડેલ હતો. તે નદીના પુરમાં તણાવા લાગેલ હતો. અને આ બધો કચરો એટલો બધો હતો કે પાણી કરતા કચરો વધારે તટતો તેળાતો હતો અને પાણીમાં ગયા વરસની જેમ આ વરસે ભાદરને બદલે સફુરા નદીમાં જાણે ફીણા ફીણા થયેલ હતા અને લોકોમાં કુતુહુલ છવા ગયેલ ફીણા કયાં કારણોસર છે એ અંગે તંત્ર દ્વારા તપાસ કરવી જોઇએ તંત્ર દ્વારા ચોમાસાની પ્રિ મોનસુમ કામગીરી કરાય હોય તો નદીમાં આટલો કચરો જોવા ન મળતા.

(1:20 pm IST)