Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જુનાગઢના રાયજીનગરમાં ચાલતા જુગાર અડાનો પર્દાફાશ : મહિલા સહીત ૯ ઝબ્બે

રોકડ, વાહનો સહિત રૂા પ.૨૦ લાખનો મુદામાલ કબ્જે

જુનાગઢ તા ૨૩  :  જુનાગઢમાં અતિ સમૃધ્ધ રાયજીનગરમૉચાલતા જુગાર ધમનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી મહીલા સહિત ૯ શખ્સોને રૂા પ.૨૦ લાખના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં મોતીબાગ પાસે આવેલ રાયજીનગર શેરી નં.પ માં રહેતા પ્રવીણ વાલાભાઇ ચાવડા સહિતના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એસ.પી. સોૈરભસિંઘની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. આર. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ઇન્દ્રજીતસિંહ ઝાલા વગેરેએ રાત્રે દરોડો પાડયો હતો.

પોલીસે આ  ફરીયાદમાં પ્રવીણ ચાવડા ઉપરાંત કાના પુનાભાઇ ચુડાસમા (જાંબુડા) પ્રજ્ઞેશ સુનીલભાઇ રાવલ (માણાવદર) મેહુલ વીરાભાઇ ગરચર (ટીકર), ઇબ્રાહીમ ઓસમાણ સાંધ (ટીકર), ભીમશી માલદેવભાઇ મારડીયા (કોયાલાણા) નારણ કાળા ખોડલમા (વેકરી) કરશન નાગદાનભાઇ છૈયા (ખોખરડા) અને અલ્પાબેન સંજય ચાવડા ( ઉપલેટા) ને રૂા ૨,૧૧,૫૦૦ ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે  જુગારીઓ પાસેથી રોકડ તેમજ ૧૦ મોબાઇલ અને બોલેરો સહિત કુલ રૂા ૫,૨૦,૩૦૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:14 pm IST)