Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં આયોજીત બેઠકમાં પૂનમબેન માડમની હાજરી

જામનગર, તા.૨૩: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા એ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવતા ગુજરાત ભાજપમા અનેરો ઉત્સાહ છે અને તેઓએ મહત્વની મીટીંગ યોજી ભાજપ સંગઠન ને પ્રેરિત અને પ્રોત્સાહીત કર્યુ છે તેમજ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવા માર્ગદર્શન આપ્યુ હતુ અને સદસ્યતા અભિયાન ની સમીક્ષા કરી હતી.

પ્રદેશ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા જી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ જી, ગુજરાત પ્રદેશ ભાજપાનાં અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાદ્યાણી જી સહિતના હોદેદારો સાથે જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ આ ખાસ મીટીંગમા ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષના આગામી કાર્યક્રમો વિશે સદ્યન વિસ્તૃત ચર્ચા-વિચારણાઓ કરી, મહત્વપુર્ણ માર્ગદર્શન મેળવ્યુ હતું.

(1:12 pm IST)