Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રીઝયુમ કઇ રીતે બનાવવું ? ઇન્ટરવ્યુ કઇ રીતે આપવું ? : આ સવાલનો આ છે જવાબ

રોજગાર કચેરી (જામનગર) અને હરિયા કોલેજનું આયોજન

જામનગર: જામનગર તા.૧૯ જુલાઈ, આજ રોજ મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર અને શ્રીમતી ચંદ્રમણીબેન ઝવેરચંદ મેઘજી ગોસરાણી બી.સી.એ કોલેજ (હરિયા કોલેજ) જામનગરની સાથે મળીને અસરકારક રિઝયુમ કેમ બનાવવું તથા ઇન્ટરવ્યું ટીપ્સ વિશે શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજાયો અને રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કેમ કરાવવી તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે કયાં કયાં જરૂરી ડોકયુમેન્ટ છે તે વિશે સેમિનાર યોજાયો હતો.

આ સેમીનારમાં રોજગાર કચેરી ખાતે ફરજ બજાવતા એમ્પેક્ષ-બી કેરિયર કાઉન્સેલરશ્રી અંકિતભાઇ ભટ્ટે અસરકારક રિઝયુંમ કેમ બનાવવું, ખાનગી કંપનીના ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવા, ઇન્ટરવ્યું ટીપ્સ તથા ખાસ કરીને રિઝયુંમમાં કયાં કયાં મુદ્દાઓનો સમાવેશ કરી શકાય તથા રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડનું શું મહત્વ રહેલ છે? તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે કયાં કયાં ડોકયુમેન્ટ જરૂરી છે, તેની સવિસ્તાર માહિતી આપેલ હતી.તથા ઉમેદવારોને પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તાર માર્ગદર્શન આપેલ હતું. આ સેમીનારમાં ૨૨૪ ઉમેદવારો હાજર રહેલા હતા.તથા માર્ગદર્શન મેળવેલ હતું. વધુમાં આવા માર્ગદર્શક સેમિનારો તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ રજીસ્ટ્રેશન કેમ્પ દરેક કોલેજોમાં થવા જરૂરી છે તથા દરેક ઉમેદવારો/વિદ્યાર્થીઓ એ એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવવું જ જોઈએ તેવું હરિયા બી.સી.એ કોલેજ જામનગરના આચાર્યશ્રી શ્રીમતી હેતલબેન જી.સાવલા તથા હેડ કલાર્કશ્રી હરિયા વિનિતભાઈએ જણાવેલ હતું તેમ મદદનીશ નિયામક(રોજગાર) જામનગરની યાદીમાં જણાવાયું છે.

(12:19 pm IST)