Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જૂનાગઢમાં રાજપુત મહિલા સંઘની મીટીંગ મળી

જૂનાગઢ : અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘ જૂનાગઢના ઝાંઝરડા વિસ્તારની મિટીંગ શ્રી શિલાળા બહાદુરસિંહ ચુડાસમાના નિવાસસ્થાને મળી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા. આ મીટીંગમાં સંસ્થાના આગામી કાર્યક્રમો તેમજ ૨૩ ઓગષ્ટે ભુચર મોરી ધ્રોલ ખાતે યોજાનાર તલવાર રાસ જે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમીનેટ થયેલ છે. તેમાં ભાગ લેવા દિકરીબાની સંખ્યાઓ વધારેમાં વધારે થાય તે અંગે ચર્ચા વિચારણા વ્યકત કર્યા હતા. તસ્વીરમાં ઉપસ્થિત મહિલાઓએ બા શ્રી શિલ્પાબા બહાદુરસિંહ ચુડાસમાનો આભાર વ્યકત કર્યો હતો. તસ્વીરમાં ઉપસ્થિત મહિલાઓલ નજરે પડે છે.

(11:46 am IST)