Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

માણાવદરમાં વાવાઝોડુ ફુંકાયુઃ જેતપુર સિવીલમાં વરસાદી પાણી ઘુસ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જામતો ચોમાસાનો માહોલઃ મેઘરાજા મહેરબાન થતા લોકોના હૈયે ટાઢક

પ્રથમ અને બીજી તસ્વીરમાં માણાવદરમાં ફુંકાયેલ વાવાઝોડુ, ત્રીજી તસ્વીરમાં જેતપુરમાં વરસાદી પાણી, ચોથી તસ્વીરમાં ધોરાજી, પાંચમી તસ્વીરમાં કોડીનાર અને છઠ્ઠી તસ્વીરમાં ટંકારામાં વરસાદી પાણી નજરે પડે છે.

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનીવારથી ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. અને દરરોજ અડધાથી ૪ ઇંચ જેટલો વરસાદ પડી જાય છે. અને વરસાદના કારણે પાકને ફાયદો થયો છે.

ગઇકાલે માણાવદરમાં વાવાઝોડુ ફુંકાયંુ હતું. જયારે જેતપુરની સીવીલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ હેરાન થયા હતાં.

આજે સવારથી સર્વત્ર ધુપ-છાંવનો માહોલ યથાવત છે.

માણાવદર

 માણાવદર :.. માણાવદર તથા ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સાંજે પોણા છએ શરૂ થયેલા ફુંકાયેલા વાવાઝોડુ સાથે ભારે વરસાદ અને વિજળીના કડાકા ભડાકા અને વિજળીના લબકારાએ સમગ્ર પંથકમાં બીહામણી લાઇટ જોવા મળી રહી છે. આ લખાય છે ત્યારે માણાવદર શહેર થતાં ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વિજળીના કડાકાએ સમગ્ર પંથકને ધ્રુજી ઉઠેલો છે. રૌદ્ર સ્વરૂપથી બાળકો ભયભીત જોવા મળ્યા છે. ઘણા લાંબા સમય બાદ આવુ રૌદ્ર સ્વરૂપથી વરસાદથી લોકો કાંઇ વિચારે તે પહેલા દે ધનાધનથી એક તરફ સમગ્ર માનવ જીંદગી અને પશુ - પક્ષી આનંદ છવાયો છે. થોડા વરસાદમાં જ લાઇટો ગુલ થઇ છે. હાલ સમગ્ર વાતાવરણ એકરસ સાથે વરસાદ- વિજળી અને પવનના ત્રિવેણી સંગમ સમા મેઘો જામ્યો છે. હાલ વાતાવરણ જોરદાર છે. રૌદ્ર સ્વરૂપમાં શહેરના પ્રસિધ્ધ ગણેશ મંદિરે એક અનેરો નજારો જોવા જેવો હતો  જો આવુ જ સ્વરૂપ રૌદ્ર સ્વરૂપ રહેશે તો ડેમો, નદી, નાળા ઓવર ફલો થવામાં વાર નહી લાગે ખેતીને જીતદાન મળ્યું છે. રોડ ઉપર કયાંય દેખાતું નથી.

જામકંડોરણા

 જામકંડોરણા : જામકંડોરણામાં ગઇકાલે બપોર બાદ કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. બપોર બાદ સાંજના ચાર વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધીમાં અડધા કલાકમાં ૧૬ મી. મી. વરસાદ નોંધાયેલ છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને લોકોમાં ખુશી જોવા મળી હતી.

ધોરાજી

ધોરાજી : ધોરાજી પંથકમાં બે દિવસથી મેઘરાજા એ હેત વરસાવતા આજે ચોમાસુ સિઝનનું સફરા નદીમાં પહેલુ પાણી પુર આવતા લોકો પાણીના પ્રવાહના વધામણા કરવા ઉમટયા હતાં.

જેતપુર

 જેતપુર : જેતપુરમાં ફરી ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન અને વીજળી સાથે વરસાદનું આગમન થયું હતું. સવારથી અસહ્યા ગરમી બાદ વરસાદનું આગમન થયું હતું.

વરસાદથી જેતપુર સીવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. સ્ટાફ દ્વારા સીવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ અને લોબીમાંથી પાણીને બહાર કાઢવામાં આવ્યું હતું. પાણી ભરાતા લોબીમાં પડેલો દવાનો જથ્થો પણ ખરાબ થઇ ગયો હતો. હોસ્પિટલમાં પાણી ઘુસી જતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટંકારા

ટંકારા : ટકારા આજે સાંજે ગઇકાલની જેમ છ વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો અને ૬૭ મીમી અઢી ઇંચ વરસાદ પડેલ છે. ગઇકાલે સાંજે જોરદાર વરસાદ પડેલ. ગઇકાલે ૬૬ મીમી વરસાદ પડેલ આજે ૬૭ મીમી વરસાદ પડેલ છે. ગઇકાલ કરતા એક મીમી વરસાદ વધુ પડેલ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૧પ૩ મીમી પાંચ ઇંચ વરસાદ પડેલ છે.

ટંકારા તાલુકાના ગામડાઓમાં છુટો છવાયો વરસાદ પડેલ છે.

કોડીનાર

કોડીનાર : કોડીનાર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે બફારો તેમજ ઉકળાટ વચ્ચે વરસાદ ખેંચાયાના એંધાણ થયા છે. ત્યારે ગઇકાલે બપોરે ર વાગ્યા આસપાસ તાલુકાના ૮ જેટલા ગીર વિસ્તારના ગામડામાં અચાનક હવામાનમાં પલટો આવતા વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતાં ર.પથી ૩ ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરો તેમજ રસ્તાઓ પાણીથી તરબળો થયા હતા. વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છવાય ગયો હતો. જોકે શહેરીજનો હજુ ભારે ગરમી વચ્ચે કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે.

છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

મોરબી

ટંકારા

૬૭ મીમી.

રાજકોટ

ઉપલેટા

૭ મીમી.

કોટડાસાંગાણી

૧૪ ''

ગોંડલ

  ૯ ''

જેતપુર

પ૦ ''

જામકંડોરણા

૧૬ ''

ધોરાજી

૪પ ''

રાજકોટ

ર ''

સુરેન્દ્રનગર

ચોટીલા

ર૦ મીમી.

ચુડા

૪ ''

પાટડી

૩ ''

લીંબડી

 પ ''

મુળી

ર૪ ''

વઢવાણ

પ૮ ''

જુનાગઢ

ભેસાણ

૧૪ મીમી.

જુનાગઢ

ર૮ ''

કેશોદ

૪ ''

માળીયા હાટીના

૩૪ ''

માણાવદર

૧૬ ''

માંગરોળ

૧૬ ''

વંથલી

૧૬ ''

વિસાવદર

  પ ''

અમરેલી

ખાંભા

૧૭ મીમી.

બગસરા

ર૪ ''

સાવરકુંડલા

૩ ''

જામનગર

લાલપુર

૯ મીમી.

જામજોધપુર

૧૦ ''

ધ્રોલ

૧૦ ''

કચ્છ

ભચાઉ

  ૧ મીમી.

ભુજ

  ૧ ''

(11:46 am IST)