Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

હળવદના ગોકુળિયા ગામે મધ્યાહન ભોજનના રૂમના ગ્રામજનોએ તાળાં લગાવ્યા ;ચણાની ગુણવતા નબળી

વિદ્યાર્થીઓને સડેલા ચણા આપવામાં આવતા હોય જેથી વાલીઓ રોષે ભરાયા

 

  મોરબી જિલ્લાનાં હળવદના ગોકુળિયા ગામે સરકારની યોજના મુજબ મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ  બાળકોના મધ્યાહ્ન ભોજન માટે આવેલા ચણાની ગુણવત્તા યોગ્ય ના હોય જેથી ગ્રામજનોએ હોબાળો કર્યો હતો અને નીમ્ભર તંત્રની આંખ ખોલવા માટે મધ્યાહ્ન ભોજનના રૂમને તાળાબંધી કરી હતી અને સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો

   મધ્યાહ્ન ભોજનમાં વિદ્યાર્થીઓને સડેલા ચણા આપવામાં આવતા હોય જેથી વાલીઓ રોષે ભરાયા હતા અને ગ્રામજનો શાળાએ એકત્ર થઈને રૂમને તાળાબંધી કરી હતી જે બનાવ મામલે શાળાના આચાર્ય મનોજ સોની સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ગ્રામજનોએ  તાળાબંધી કરી હતી તે બાબત સત્ય છે ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તા નબળી હોવાનું અગાઉ પણ તેમને સંબંધિત તંત્રને જાણ કરી હતી આજે વાલીઓએ મધ્યાહ્ન ભોજનમાં અપાતા ચણાની ગુણવત્તાને લઈને નારાજગી દર્શાવી હતી

(9:02 am IST)