Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સંસ્‍કૃતના વિદ્વાન અને સોમનાથ મંદિરના ટ્રસ્‍ટી જે.ડી.પરમારનો જન્‍મદિનઃ ઠેર ઠેરથી અભિનંદન વર્ષા

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા. ૧૧ : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી જે.ડી.પરમાર આજે તેમની સફળત્તમ જીંદગીના ૭૮ વર્ષ પૂર્ણ કરી ૭૯ માં વર્ષમાં પ્રવેશે છે.

૧૧ એપ્રિલ ૧૯૪ર ના રોજ પ્રભાસ-પાટણ મુકામે જન્‍મેલા તેઓ પ્રાથમિક-માધ્‍યમિક-મેટ્રીક ફર્સ્‍ટ કલાસ સાથે પાસ થઇ  સોમનાથ કોલેજમાં અભ્‍યાસ કરી સંસ્‍કૃત બી.એ.ફર્સ્‍ટ કલાસ પાસ કરી તે જ કોલેજમાં અધ્‍યાપક અને પ્રિન્‍સીપાલ પણ બન્‍યા.

૧૯૭પ થી તેઓ સોમનાથ ટ્રસ્‍ટ-ટ્રસ્‍ટી છે. ટ્રસ્‍ટે તેમને સંસ્‍કૃત ભાષા રત્‍નનો એવોર્ડ પણ આપેલ છ.ે

અભ્‍યાસુ સ્‍વભાવ, શાષા પુરાણોનું વાંચન અને જાણકારી તથા સોમનાથ મંદિર પુનઃ નિર્માણના જીવંત સાક્ષી એવા તેમને જન્‍મદિન નિમિતે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓ મો.૯૯ર૪ર ૦૬૭રર ઉપર થઇ રહી છે.

તેઓ પ્રખર સંસ્‍કૃત વિદ્વાન છે અને જેમના લેખનમાં તૈયાર થયેલી ‘‘પ્રભાસ ર્તીથ દર્શન'' સોમનાથ-માહિતી પુસ્‍તિકાનું દેશની બાર ભાષાઓમાં પ્રકાશન થયું છે.

(6:34 pm IST)
  • જામનગરમાં 32 સેમ્પલનું પરીક્ષણ માટે આવ્યા : જામખંભાળીયા-1, જીજી હોસ્પિટલના 12, વેરાવળના 14, પોરબંદરના-3, મોરબીના-2, સેમ્પલનું પરીક્ષણ ચાલુ : કુલ 32 સેમ્પલમાંથી 4 રિપીટ છે :સાંજ સુધીમાં રિપોર્ટ આવે તેવી શક્યતા access_time 1:29 pm IST

  • દ્વારકાધીશની ધ્વજા ચડાવવા માટે માત્ર બે જ ભાવિકોને મંજૂરીઃ માત્ર સ્થાનિક લોકો જ લાભ લઇ શકશે : દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં દિવસમાં પાંચ ધ્વજા ચડાવવાનું ચાલુ જ છે પરંતુ આવતીકાલથી ધ્વજા ચડાવવા માટે ૪ વ્યકિતઓની મંજૂરી હતી તેના બદલે હવે ધ્વજા ચડાવવા માટે બે જ વ્યકિતઓ જઇ શકશેઃ અત્યારે યાત્રિકોને આવવાની મનાઇ છે જ્યારે દ્વારકાવાસીઓ આશરે ૨૦૦ જેટલી પેન્ડીંગ ધ્વજાઓનો લાભ લઇ રહ્યા છે access_time 4:00 pm IST

  • કોરોનાઃ અમેરિકાનો મૃત્યુ આંક ૧૬૦૦૦ ૪.૬૦ લાખ સંક્રમિતઃ ૧૬ મિલીયન લોકો બેકાર access_time 3:59 pm IST