સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th April 2020

સંસ્‍કૃતના વિદ્વાન અને સોમનાથ મંદિરના ટ્રસ્‍ટી જે.ડી.પરમારનો જન્‍મદિનઃ ઠેર ઠેરથી અભિનંદન વર્ષા

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા. ૧૧ : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી જે.ડી.પરમાર આજે તેમની સફળત્તમ જીંદગીના ૭૮ વર્ષ પૂર્ણ કરી ૭૯ માં વર્ષમાં પ્રવેશે છે.

૧૧ એપ્રિલ ૧૯૪ર ના રોજ પ્રભાસ-પાટણ મુકામે જન્‍મેલા તેઓ પ્રાથમિક-માધ્‍યમિક-મેટ્રીક ફર્સ્‍ટ કલાસ સાથે પાસ થઇ  સોમનાથ કોલેજમાં અભ્‍યાસ કરી સંસ્‍કૃત બી.એ.ફર્સ્‍ટ કલાસ પાસ કરી તે જ કોલેજમાં અધ્‍યાપક અને પ્રિન્‍સીપાલ પણ બન્‍યા.

૧૯૭પ થી તેઓ સોમનાથ ટ્રસ્‍ટ-ટ્રસ્‍ટી છે. ટ્રસ્‍ટે તેમને સંસ્‍કૃત ભાષા રત્‍નનો એવોર્ડ પણ આપેલ છ.ે

અભ્‍યાસુ સ્‍વભાવ, શાષા પુરાણોનું વાંચન અને જાણકારી તથા સોમનાથ મંદિર પુનઃ નિર્માણના જીવંત સાક્ષી એવા તેમને જન્‍મદિન નિમિતે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓ મો.૯૯ર૪ર ૦૬૭રર ઉપર થઇ રહી છે.

તેઓ પ્રખર સંસ્‍કૃત વિદ્વાન છે અને જેમના લેખનમાં તૈયાર થયેલી ‘‘પ્રભાસ ર્તીથ દર્શન'' સોમનાથ-માહિતી પુસ્‍તિકાનું દેશની બાર ભાષાઓમાં પ્રકાશન થયું છે.

(6:34 pm IST)