Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

અમરેલી જિલ્લામાં સર્વત્ર મેઘમહેર : બાબરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ : લાઠી તાલુકામાં ધોધમાર : ચલાલા પંથકમાં વરસાદથી નવા નીર : લીલીયામાં અનરાધાર વરસાદ : અમરેલીમાં નાવલી નદીમાં પૂર

 

અમરેલીના બાબરા પંથકમાં ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં ત્રંબોડા, નડાળા, રામપરા, ચમારડી, ગમા પીપળીયા, શેડુભાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો હરસુરપુર દેવળીયા, વાંડળીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ચલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે વરસાદ પણ વરસાદ વરસ્યો છે. જેમાં ગોપાલગ્રામ, હાલરીયા, ઢોલરવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે. જેને લઇને ચેકડેમો પણ છલકાયા છે. અમરેલીના લીલીયા પંથકમાં પડ્યો અનરાધાર વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં ભારે વરસાદના કારણે પુર આવ્યું હતું. અમરેલીમાં આવેલી નાવલી નદીમાં નવા પુર આવ્યા છે. વાવણીલાયક વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે.

(11:23 pm IST)