Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

જખૌ નજીકના શેખરણ ટાપુ પરથી નશીલા પદાર્થના 13 પેકેટ મળ્યા

બીએસએફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ રીતે પેકેટ્સ મળ્યા

ભુજઃ સરહદી કચ્છમાંથી અવાર-નવાર ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થોની ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. કચ્છની ક્રીક સહિતની રણ અને દરિયાઈ સીમાએથી ભૂતકાળમાં અનેક વખત ગેરકાયદેસર પવૃતિઓનો પર્દાફાશ થઈ ચુકયો છે. તેવામાં છેલ્લા એકાદ પખવાડીયાથી કચ્છની ક્રીક સરહદેથી ચરસના બિનવારસુ રીતે પડેલા પેકેટો મળી રહ્યા છે. બીએસએફ સહિતની એજન્સીઓને પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળતા પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે. તેવામાં ખૌના દરિયા વચ્ચે આવેલા શેખરણ ટાપુ પરથી નશીલા પદાર્થના 13 પેકેટ મળી આવ્યા છે.

           બીએસએફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસુ રીતે પડેલા પેકેટ્સ મળી આવ્યા છે. આ જથ્થો પણ ચરસનો છે કે કેમ તે સવાલ છે. હાલ તો બીએસએફની ટીમ નિર્જન ટાપુ પર જ છે. ત્યારે જખૌ મરીન પલીસના પી.એસ.આઈ વી.કે ખાંટે કહ્યુ હતુ કે, શેખરણ ટાપુ પરથી નશીલા પદાર્થના પેકેટ મળ્યા હોવાની પ્રથમિક જાણ બીએસએફ દ્વારા કરાઈ છે. પરંતુ એજન્સીની ટીમ પરત આવ્યે વધુ માહિતી મળી શકે તેમ છે.

           કબજે કરી નારાયણ સરોવર પોલીસને સોપણી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ પેટ્રોલિંગમાં રહેલી બોર્ડર સિક્યુરિટી ફોર્સને આજે કોરી ક્રીક વિસ્તારમાંથી ચરસના ૧૩  પેકેટ મળી આવ્યા હતા તો ગઈકાલે નેવી – ઈન્ટેલીજન્સની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કોટેશ્વર ક્રીકમાંથી બિનવારસુ રીતે પડેલા ચરસના ૧૯ પેકેટ કબજે કરાયા હતા. આમ, છેલ્લા ર૪ કલાકમાં અડધા કરોડની કિંમતના કુલ ૩ર ચરસના પેકેટ એજન્સીઓને હાથ લાગ્યા છે. ડીફેન્સ પીઆરઓ પુનીત ચઢ્ઢાએ આપેલી વિગતો મુજબ ગઈકાલે મળેલા ર૩ પેકેટની માહિતી નેવી – ઈન્ટેલીજન્સ દ્વારા ટ્‌વીટ કરીને અપાઈ હતી. નેવી – ઈન્ટેલીજન્સની ટીમે ર૮ લાખ પ૦ હજારની કિંમતના ૧૯ ચરસના પેકેટ બિનવારસુ રીતે કબજે કર્યા હતા જે આજે નારાયણ સરોવર પોલીસને સુપરત કરાયા હતા. આ અંગે નારાયણ સરોવર પીએસઆઈ યોગરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઝડપાયેલા ૧૯ પેકેટ બીએસએફ અને નેવી દ્વારા પોલીસને સોંપાયા છે.

           પોલીસે મળી આવેલા ચરસના જથ્થાનો કબજા મેળવીને તેના સેમ્પલો એફએસએલ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આજે ૧૯ લાખ પ૦ હજારના વધુ ૧૩ પેકેટ બીએસએફની ટીમે કોરી ક્રીકમાંથી ઝડપી પાડ્યા છે જેની પ્રારંભીક તપાસ બીએસએફ સહિતની એજન્સીઓએ હાથ ધરી છે અને સાંજ સુધી આ જથ્થો પણ નારાયણ સરોવર પોલીસને સુપરત કરાઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે, અગાઉ ર૪ લાખના ૧૬ પેકેટ મળ્યા હતા, ત્યાર બાદ વાયોરના નજીકના ટાપુમાંથી એક પેકેટ ઝડપાયું હતું. આમ અત્યાર સુધી કુલ્લ ૪૯ ચરસના પેકેટ કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવ્યા છે. જેની કિંમત અંદાજે ૭૪ લાખ જેટલી થવા પામી રહી છે. છેલ્લા થોડા સમયથી અવાર-નવાર ચરસનો જથ્થો  દરિયાઈ સીમામાંથી બિનવારસુ રીતે મળી રહ્યો છે, પરંતુ તેના કોઈ ચોક્કસ સઘળ મેળવવામાં એજન્સીઓને સફળતા મળી નથી.

(6:50 pm IST)