Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભાવનગર-ઉમરાળામાં ૧, અમરેલીમાં અડધો ઈંચ, પડધરી-વડીયામાં ઝાપટા

રાજકોટ, તા. ૬ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.

આજે ભાવનગર તથા ઉમરાળામાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમરેલીમાં પણ તોફાની પવન સાથે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

જ્યારે રાજકોટ નજીકના પડધરી અને અમરેલી જિલ્લાના વડીયામાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.

(4:34 pm IST)