Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

લોધીકાના રાતૈયા ગામની સીમમાં દેશીદારૂની મીની ફેકટરી ઉપર એલસીબીનો દરોડો

રાજકોટના દિપક કોળી, અશોક દેવીપૂજક તથા જયેશ દેવીપુજકની ૧.૧૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : પરેશ અને ધવલની શોધખોળ

તસ્વીરમાં દેશીદારૂની ભઠ્ઠી અને પકડાયેલ દારૂ અને આથાનો જથ્થો નજરે પડે છે.

 

રાજકોટ, તા. ૧ર :  લોધીકાના રાતૈયા ગામની સીમમાં ધમધમતી દેશીદારૂની મીની ફેકટરી ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૧.૧૦ લાખનો મુદ્દામાલ સાથે રાજકોટના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ઝયારે અન્ય બે ની શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વાર પ્રોહી/ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. રાણા, એલ.સી.બી. ટીમ સાથે લોધીકા પો. સ્ટેટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પો. હે. કોન્સ. રવિદેવભાઇ વી. બારડ તથા અનિલભાઇ આર. ગુજરાતી મળેલ હકિકત આધારે લોધીકા પો. સ્ટે. વિસ્તારના રાતૈયા ગામની સીમમાં રેઇડ કરી, દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી પકડી પાડી રૂપિયા ૧,૧૦,૯૦૦/-ના મુદ્દામાલ સાથે દિપક બુધાભાઇ કોળી (ઉ.વ.૩૦) રહે. રાજકોટ આજી વસાહત, આજીડેમ પાસે, માનસરોવર સોસાયટી, અશોકભાઇ રમેશભાઇ દેવીપૂક (ઉ.વ.૩૦) રહે. રાજકોટ લીંબડા ચોક શાસ્ત્રી મેદાનમાં ઝુપડામાં તથા જયેશ ચંપકભાઇ ચારોલીયા દેવીપૂજક (ઉ.વ.રર) ધંધો મજુરી રહે. રાજકોટ લીંબડા ચોક શાસ્ત્રી મેદાન ઝૂપડાને ઝડપી લીધા હતા. જયારે પરેશ ઉર્ફે પરીયો કિશોરભાઇ માંડલીયા રહે. રાજકોટના ધવલ ઉર્ફે વાણીયા હસમુખભાઇ દોમડીયા રહે. રાજકોટના નામો ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

રૂરલ ક્રાઇમ બ્રાંચે દેશી દારૂ લીટર-૧૯૦ કિ. રૂ. ૩,૮૦૦/-, દેશીદારૂ બનાવવાની આથો લીટર-૬૦ર૦ કિ. રૂ. ૧ર,૦૪૦/-, ઇસ્ટ નંગ ૧૭ કિ. રૂ. ૮પ૦/-, અખાધ્ય ગોળ (રસી) ડબા નંગ-૩ર કિ. રૂ. ૩,ર૦૦/-, ગેસના બાટલા નંગ-૧પ તથા ગેસના ચુલા નંગ-૬ તથા અન્ય ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ. રૂ. પ૬,૧૦૦/- તથા ફન્ટીકાર તથા હોન્ડા મોટર સાયકલ મળી કિ. રૂ. ૩પ,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૧૦,૯૯૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ કાર્યવાહીમાં એલસીબીના પો. હેડ કોન્સ. રવિદેવભાઇ વાજસુરભાઇ બારડ, અનિલભાઇ રવજીભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ અનંતરાય ત્રિવેદી, પો. કોન્સ. મેહુલભાઇ ચંડીદાનભાઇ સોનરાજ, ભાવેશભાઇ વલ્લભભાઇ મકવાણા, રસીકભાઇ માવજીભાઇ જમોડ તથા ડ્રાઇવર હેડ કોન્સ. નરેન્દ્રભાઇ દવે જોડાયા હતા

(2:37 pm IST)