Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

બામણબોર પાસે કારખાનાના પડેલા લાકડાના ભૂસામાં આગ

બોઇલરમાંથી તણખો પડતા આગ લાગીઃ ૧૦ હજારનું નુકસાન

રાજકોટ તા. ૬ :.. બામણબોર જીઆઇડીસીમાં આવેલ કારખાનામાં પડેલા લાકડાના ભુસામાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્ટાફે આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ બામણબોર જીઆઇડીસીમાં આવેલા ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.

કારખાનાના કર્મચારી વિજયભાઇ વર્માએ જાણ કરતા ફાયરબ્રીગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી આગ કારખાનામાં બોઇલર પાસે પડેલ લાકડાના ભુસામાં લાગી હતી. બોઇલરમાંથી તણખો પડતા આગ લાગી હોવાનું અને તેમાં અંદાજે દસ હજારનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું છે.

(1:24 pm IST)