Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

લગ્ન થયાના એક જ મહિનામાં પત્નિ છોડીને જતી રહેતાં જેરામ ઝેર પી ગયો

પડધરીના અબડાલકા રહેતો મુળ એમપીનો યુવાન સારવારમાં

રાજકોટ તા. ૬: પડધરીના અડબાલકા ગામે વિનોદભાઇ માવજીભાઇ ગાલરીયાની વાડીમાં રહી મજૂરી કરતો જેરામ શેખડાભાઇ ડાવર (આદિવાસી) (ઉ.વ.૨૫) સાંજે વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જેરામ મુળ મધ્યપ્રદેશનો વતની છે. હજુ એક મહિના પહેલા જ તેના લગ્ન થયા છે અને થોડા દિવસથી તે અડબાલકા મજૂરીએ આવ્યો છે. ગઇકાલે પત્નિ રશની સાથે ઝઘડો થતાં તેણી તેને મુકીને જતી રહી હતી. રાજકોટ સુધી શોધખોળ કરવા છતાં પત્નિનો પત્તો ન મળતાં વાડીએ પરત આવી ઝેર પી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

(1:24 pm IST)