Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ પુનઃ ચાલુ કરવા ધારદાર રજુઆત

ભાવનગર,તા.૬ : સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડરટ્રી દ્વારા ભાવનગરની પ્રગતી માટે આશાનુ કિરણ ગણી શકાય અને વડાપ્રધાનશ્રીનો ડ્રીમ પ્રોજેકટ એવી ઘોઘા-દહેજ રો-રો સર્વીસ લોકડાઉન શરૂ થાય પછીથી બંધ છે, અનલોક-૧ પછી હવે વેપાર-ઉદ્યોગ અને જનજીવન પુર્વવત થતુ જાય છે. તેથી હવે ખન ફેરી સર્વીસ પુનઃ શરૂ થાય તે જરૂરી છે.

આ અંગે ચેમ્બર દ્વારા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઈ રૂપાણી તથા કેન્દ્રના રાજયકક્ષાના મંત્રી મનસુખભાઇ માંડવીયાને આ ફેરી સર્વીસનો પુનઃ પ્રાંરભ થાય તે માટે પત્રથી રજુઆત કરેલ છે સદર પત્રની નકલ જાણકારી અને યોગ્ય કાર્યવા અર્થે સાંસદશ્રી ભારતીબેન શિયાળ, મીનીસ્ટર ઓફ સ્ટેટ અને ધારાસભ્ય શ્રીમતી   વિભાવરીબેન દવે, ચીફ સેક્રેટરી અનીલ મુડીમ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના વીસીએમડી શ્રી અવન્તીકા સીઘ, પ્રદેશ પ્રમુખ, ભાજપ અને ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી અને ઈન્ડીગો સીવેઈઝ પ્રા.લી.ના ડાયરેકટર ચેતનભાઈ કોન્ટ્રાકટરને મોકલવામાં આવેલ છે.

(11:50 am IST)