Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા મુકેશ રાઠોડને લેફટન્ટ પદે બઢતી મળી

મુળ ઉપલેટાના વતની અને સાધારણ કુંટુંબમાંથી આવેલા કાળુભાઇ રાઠોડ પહેલાથી જ ઉચ્ચ વિચારસણી ધરાવતીં હતાં અને તેમના પુત્ર શ્રી મુકેશકુમાર રાઠોડ પણ અભ્યાસમાં પહએલેથીજ હોંશિયાર હોવાથી સ્કૂલમાં આગળ રહેતા મુકેશકુમાર મિલીટરીમાં દાખલ થયેલ અને હોશિંયાર હોવાથી મિલીટરીમાં  દરેક રેંકમાં પરીક્ષામાં પાસ કરતાં ધીરે-ધીરે મેજર સુધી સેવા બજાવતાં હતા. અને હાલ જમ્મુ કાશ્મીરના ''ઉધમપુર'' ક્ષેત્રમાં લેફટન્ટ કર્નલ તરીકેનું પ્રમોશન મળતા ઉપલેટા શહેરમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.

હાલ ભારતીય સૈન્યમાં ત્રીસ આસપાસ સૈનિક ફરજ બજાવે છે. અને તાજેતરમાં પણ પાંચ નવ યુવાન સૈન્યમા સિલેકટ થતા ઓર્ડર આવતા રવાના થયેલ છે. આમ ઉપલેટાની જનતામાં ભોમની રક્ષામાં સદાય અગ્રેસર રહેલ છે.

મુકેશકુમારને લેફટન્ટ કર્નલનું પ્રમોશન મળતા ડેપ્યુટી કલેકટર એન.આરે.ધાધલ બળવંત મણવર, નિવૃત સૈન્યના પ્રમુખ રમણીકભાઇ ઠુંમર, ડાયાભાઇ ગજેરા, ભૂપતસિંહ બાબરીયા, મહેન્દ્રસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા તથા જે.બી. વસવેલીયા (માજી.ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર) તથા વિશાળ મિત્ર ધરાવનારાઓએ મુકેશકુમાર રાઠોડને અભિનંદન પાઠવેલ છે.

(11:49 am IST)