Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભચાઉ-રાપર વિસ્તારના ગામોમાં 'રણ તીડ' દેખાતાં ખેડૂતો ચિંતિત

સોમાલિયા ઉપરાંત યમનથી પણ તીડ આવવાની સંભાવના વચ્ચે કચ્છમાં તંત્ર એલર્ટઃ દવા છંટકાવ સાથેની તૈયારીઓ

 ભુજ, તા.૬: કોરોનાની આપત્ત્િ। વચ્ચે હવે રાજયમાં રણ તીડના આક્રમણનો ભય છે.

વચ્ચે બનાસકાંઠા અને કચ્છના રણ પંથકમાં દેખાયેલા રણ તીડનો ભય ટળી ગયા બાદ હવે ૨૨ જૂન પછી ત્રાટકે તેવી આગાહી હતી. પરંતુ ગઈ કાલે કચ્છના ભચાઉ તેમ જ રાપર પંથકના કેટલાક ગામોમાં દેખાયેલા રણઙ્ગ તીડને કારણે ફરી એક વાર ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.

મોટી માત્રામાં ત્રાટકતા તીડ પાકનો સોથ વાળી નાખે છે. એટલે ખેડૂતોમાં ફફડાટ છે. ભચાઉ તાલુકાના કકરવા, કંથકોટ અને રાપર તાલુકાના રામવાવ, જેસડા ગામની આજુબાજુના વિસ્તારમાં રણ તીડ દેખાયા હતા.

ગઈકાલે મોડી સાંજે દેખાયેલા આ રણ તીડ અંગે ખેડૂતોએ ભચાઉ તાલુકાના નાયબ ખેતી નિયમકને જાણ કરી હતી. કચ્છ જિલ્લા તીડ નિયંત્રણ કચેરીના પ્લાન્ટ પ્રોટેકશન ઓફિસર અશોક બારૈયાએ રણ તીડ અંગે તેમને ભચાઉના નાયબ ખેતી નિયામક દ્વારા જાણકારી મળી હોવાનું જણાવ્યું હતું.

સાથે સાથે આજે જયાં રણ તીડ દેખાયા છે, ત્યાં તીડ નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરી દવાનો છંટકાવ આજે શરૂ કરી દેવાયો હોવાનું કહ્યું છે. જોકે, રણ તીડ ત્રાટકવાની આગાહી ૨૨ જૂન થી ૧૬ જુલાઈ દરમ્યાનની છે. પરંતુ અત્યારે પણ તીડ નો ઉપદ્રવ છૂટો છવાયો શરૂ થઈ ગયો છે. તો, આફીકી દેશ સોમાલિયા ઉપરાંત યમનથી પણ તીડ ત્રાટકે એવી સંભાવના વ્યકત કરાતાં ચિંતા વધી છે.

(11:43 am IST)