Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

દ્વારકાધીશ ભગવાનનાં ખુલ્લા પડદે સ્નાનના દર્શન

તસ્વીરમાં દ્વારકાધીશ ભગવાનના સ્નાનનાં દર્શન નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા) 

દ્વારકા તા. ૬ :.. દ્વારકાધીશ જગત મંદિરમાં જયેષ્ઠાભિષેક ખુલ્લા પડદે સ્નાન કરવામાં આવ્યા હતાં.

સામાન્ય રીતે જયેષ્ઠાભિષેક જેઠ સુદ પુનમના શુભદીનની સવારે જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ કરવામાં આવે છે. પરંતુ હાલ અનુરાધા નક્ષત્ર ચાલી રહ્યુ હોય, માટે સવારે મંગલા આરતી બાદ ઠાકોરજી જયેષ્ઠાભિષેક કરવામાં આવ્યા. જેમાં શ્રીજીનું ઋતુઅનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોટ કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવ્યો. અને સાંજના શ્રીજીના બાલસ્વરૂપ ગોપાલજીને મંદિરના  ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરવામાં આવશે.

(11:42 am IST)