Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વડાળીમાં વાવણી શરૂ: ત્રંબામાં સાંજ પછી રાતે પણ પોણો ઇંચ વરસાદ વરસી ગયો

 

રાજકોટઃ વરસાદનું આગમન થઇ જતાં જગતનો તાત ખુશખુશ થઇ ગયો છે. પરમ દિવસે સરધારમાં ધોધમાર વરસાદ વરસ્યા પછી ગઇકાલે સાંજે ત્રંબા, વડાળી તથા આસપાસમાં બે ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. એ પછી રાત્રીના સમયે ત્રંબામાં ફરીથી પોણો ઇંચ વરસ્યો હતો. વાવણી લાયક વરસાદ થઇ જતાં વડાળીમાં સવારે ખેડૂતે હળ સાથે બળદને જોતરી હોંશે હોંશે ખેતર ખેડવાની શરૂઆત કરી હતી. તસ્વીર ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી.

(12:47 pm IST)