Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

વિછીયા નજીક ડમ્પરે બાઇકસ્વાર દિયર-ભાભીને ઠોકરે ચડાવ્યાઃ ભાભીનું મોત

ખારચીયાના ભારતીબેન પંચાળાએ રાજકોટમાં દમ તોડ્યોઃ બંને ગંગાજળ ગામની વાડીએથી પરત આવતા'તા ત્યારે બનાવ

રાજકોટ તા. ૬: વિછીયાના ખારચીયા ગામ નજીક માત્રા શિતળા ચોકડી પાસે ડમ્પરે બાઇકને ઠોકરે લેતાં બાઇકસ્વાર ખારચીયાના કોળી યુવાન અને પાછળ બેસેલા તેના ભાભી ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. જેમાં ભાભીનું રાજકોટમાં મોત નિપજતાં કોળી પરિવારમાં શોક છવાઇ ગયો છે.જાણવા મળ્યા મુજબ ખારચીયા રહેતાં પંચાળા (તળપદા કોળી) પરિવારે ગંગાજળ ગામે વાડી વાવવા રાખી હોઇ ત્યાંથી ગઇકાલે સાંજે ભારતીબેન રમેશભાઇ પંચાળા (ઉ.૩૪) પોતાના દિયર હરેશભાઇ ભુપતભાઇ પંચાળા (ઉ.૧૯)ના બાઇકમાં બેસીને ખારચીયા આવવા નીકળ્યા હતાં. ત્યારે રસ્તામાં શિતળાવાળી ચોકડી પાસે ડમ્પરે બાઇકને ઉલાળતાં બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં દિયરનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. ભારતીબનેને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ રાત્રીના મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ વિછીયા પોલીસને જાણ કરી હતી.મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

(3:45 pm IST)