Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ભાવનગર અને માંગરોળમાં બે ઇંચ : મહુવામાં દોઢ ઇંચ : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક ઇંચ : અમરેલીમાં ગાજવીજ સાથે મેઘરાજા મહેરબાન

રાજકોટ ::::ભાવનગર અને માંગરોળમાં બે ઇંચ વરસાદ પડ્યો છે મહુવામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક ઇંચ વરસાદ પડ્યો છે અમરેલીમાં ગાજવીજ સાથે મેઘરાજા મહેરબાન થયા છે. 

     જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં આજે બપોરે ૨થી ૪ દરમિયાન બે ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે અમરેલી જિલ્લામાં પણ જ્યારે ત્યાંથી માંડીને એક ઈંચ વરસાદ વરસ્યો છે જેમાં સાવરકુંડલામા એક ઇંચ અને ખાંભામાં ઝાપટા વરસ્યા છે ્્

         ભાવનગર જિલ્લામાં પણ ઝાપટા થી  માંડીને બે ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં બે ઇંચ મહુવામાં દોઢ ઇંચ ઉમરાળા અને વલભીપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે તળાજા, સિહોર અને ધોધામાં ઝાપટા પડ્યા છે.

     સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં એક ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ઝાપટા પડ્યા છે.

         અમરેલીમાં આજે સાંજે ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે.

(4:40 pm IST)