Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મોરબી નજીક હાઇવે પર ક્રેઇને રિક્ષાને ઠોકરે ચડાવતા એકનું મોતઃ બે ઇજાગ્રસ્ત

મોરબી,તા.૫: મોરબી નજીક વાંકાનેર હાઈવે પર ક્રેઇન ચાલકે રિક્ષાને અડફેટે લીધી હોય જેમાં રીક્ષામાં સવાર મુસાફરનું મોત થયું છે જયારે અન્ય બે મુસાફરને સામાન્ય ઈજા પહોંચી છે.

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પાછળ રહેતા ઉસ્માન અબ્દુલ ચાનિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ક્રેઇન હાઈડ્રો જીજે ૦૬ ડીએચ ૦૨૩૫ ના ચાલકે ક્રેઇન હાઈડ્રો પુરઝડપે ચલાવી ફરિયાદી ઉસ્માનભાઈની રીક્ષા જીજે ૩૬ યુ ૨૦૬૮ ને પાછળથી ભટકાડી રીક્ષામાં પાછળ બેસેલ ગોપાલભાઈ નરેન્દ્રગીરી બાવાજી (ઉ.વ.૫૦) રહે કેડા સિરામિક કોલોની રફાળીયા પાનેલી રોડ વાળાને ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે જયારે અન્ય બે મુસાફરને સામાન્ય ઈજા પહોંચાડી છે બી ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(4:38 pm IST)