Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

લાલપુરમાં જુગાર રમવા માટે પૈસા નહીં આપતા ઘરમાં ધૂસી છરીના બે ઘા ઝીંકયા

જામનગર જિલ્લામાં દરોડાઃ જુગાર રમતા ૩૧ શખ્સો ઝડપાઇ ગયા

જામનગર તા. ૫ : લાલપુર રહેતા મનસુખભાઈ ગોવિંદભાઈ વાછાણીએ છ–સાત મહીના પહેલા આરોપી હુશેન ઉર્ફે ટાઈગર મેમણ , રે.લાલપુરવાળાને હાથ ઉછીના રૂપિયા પાંચસો આપેલા હોય જે ફરીયાદી મનસુખભાઈને પરત પણ કરેલ ન હોય અને ફરીયાદી મનસુખભાઈએ પાછા માગેલ પણ નહોય અને હુશેન મનસુખભાઈના મકાનમાં પ્રવેશ કરી ફરીયાદી મનસુખભાઈ પર છરી વડે હુમલો કરી જુગાર રમવા માટે પૈસા માંગેલ હોય પણ હાલ મનસુખભાઈ પાસે ન હોય જેથી ના પાડતા છરી નો બીજો ઘા મારી ગળાથી નીચેના ભાગે તથા છાતીના ઉપરના ભાગે આઠેક જેટલા ટાકાની ઈજા કરી ગુનો કરેલ છે.

વાનાણા ગામે જુગાર

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. એસ.એસ. જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વનાણાગામની ગૌશાળાની સામે રોડની બાજુમાં ખીમાભાઈ પોલાભાઈ ગાજરોતર, કારાભાઈ જીવભાઈ કરમુર, રાયદેભાઈ ઉર્ફે કારો પોલાભાઈ ગાજરોતર, ઉકાભાઈ ભિમશીભાઈ આબલીયા, રે.વનાણા ગામવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૭૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રાજનગરમાં જુગાર

સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ માંડણભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, શરૂસેકશન રોડ, રાજનગરમાં કિશોરગર ઉર્ફે છોટુમારાજ હેમગર ગોસાઈના મકાને નાલ ઉઘરાવી નિર્મળસિંહ દેવુભા જાડેજા, અમીત શીરાજભાઈ ચારણીયા, અમીર સદરૂદીન ઈશાણી, પ્રફુલસિંહ મોતીભા જાડેજા, ચેતન મનસુખભાઈ મઘોડીયા, શબીર ઈશાક ખીરા, રે. જામનગરવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૭૭,પ૦૦  તથા મોટરસાયકલ નંગ–ર, કિંમત રૂ.પ૦,૦૦૦ મળી કુલ રૂ.૧,ર૭,પ૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

શાપર ગામે જુગાર

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયરાજસિંહ રામસંગજી જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, શાપર ગામે ગૈશાળા પાસે વડના ઝાડ નીચે કરણસિંહ સુરાજી જાડેજા, વિજયસિંહ જગદીશસિંહ જાડેજા, લલીતભાઈ ઉર્ફે દીપુભાઈ અંબાવીભાઈ , સમીર જુસબભાઈ સોઢા, જુસબ ખમીશા સોઢા, જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમી રમાડી રૂ.૧૭,ર૩૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલીન્દ્રી સ્કુલ પાસે જુગાર

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ પટેલ પાર્ક પાછળ, વૃદાવન–ર, કાલીન્દ્રી સ્કુલ પાછળ, જામનગરમાં સંજયસિંહ કેશુભા પિગળ, શૈલેષ નગીનદાસ શાહ, મનહર ગૌઉમલ રાજવાણી, મહેશ પારૂમલ હરવાણી, જાવેદ આમદભાઈ મઠા, મનીષ ભગવાનદાસ વસંતવાણી,  જુગાર રમી રમાડી રૂ.૬૪૩૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ચલણી નોટો વડે જુગાર

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હવાઈ ચોક, હિંગળાજ હોટલ પાસે, સુરેશભાઈ ભાઈલાલભાઈ ગંઢા, કિશોરભાઈ પ્રાગજીભાઈ, ચલણી નોટો વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી એકી–બેકી નામનો જુગાર રમતા રૂ.૧૦,૧૬૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધરારનગર–૧ માં જુગાર

સીટી બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર–૧, કેવડા પાટ સ્કુલ  પાસે આમદભાઈ ઈશાકભાઈ સંઘાણી, હાજીભાઈ ઈસ્માઈલભાઈ સાઈચા, રશીદ અજીજભાઈ ભડાલા, હારૂન કાસમભાઈ સાઈચા, જાહેરમાં તીનપતી હારજીત કરતા રૂ.૪.૯૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગરીબનગરમાં જુગાર

સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગરીબનગર, પાણખાણ હુશેની ચોકની સામેની ગલીમાં જાહેરમાં હાસમ ઉર્ફે વલીમામદ કાસમભાઈ સંઘાણી, ઈકબાલ કાસમભાઈ મકરાણી, શાકીબ ઉર્ફે રાજા ઘોડા વાળો જુસબભાઈ ગજણ, રે. જામનગરવાળા જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળકુંડાળુ વાળી બેસી ગંજી પતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,ર૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:43 pm IST)