Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજુલાના રામપરા 2 માં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી: ધારાસભ્ય અંબરીશ ડેરે કરી મુલાકાત

અંદાજે ૧૦૦ જેટલા ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જતા મુશ્કેલી

રાજુલાના રામપરા-૨ ગામે અંદાજે ૧૦૦ જેટલા ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જતા હોય જેના કારણે ખેડુતોને ખુબ જ મુશ્કેલી વેઠવી પડે છે જેના નિરાકરણ કરવાના આશયથી ધારાસભ્ય અંબરીષ ડેરે રામપરા-૨ ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી જેમાં ખેડુતોના પ્રશ્નોને લઈને કોવાયા ગામના પૂર્વ સરપંચ ગાંડાભાઈ લાખણોત્રા અને રામપરાના પૂર્વ ઉપસરપંચ ગાંડાભાઈ વાઘ તેમજ આગેવાનો સાથે ખેતરોમાં ભરાયેલ પાણીના સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી.

જેમાં કોવાયા-રામપરા વચ્ચે અલ્ટ્રાટેક સિમેન્ટનાં ટીપીપી પ્લાન્ટ પાસે મોટુ નાળુ બનાવવાની જરૂર હોવાનું ખેડુતો દ્વારા જણાવાયું છે. આ નાળુ મોટુ બની જવાથી આ પાણી ભરાવાનો પ્રશ્ન હલ થઈ શકે. અંબરીષ ડેર દ્વારા આ વિસ્તારમાં ઉધોગો વિકસે એ આવકાર્ય છે

(1:23 pm IST)