Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મોરબીમાં બે સ્થળે દરોડાઃ ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી,તા.૫: મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા તથા ઇન્ચાર્જ ડીવાયએસપી એમ.આઈ.પઠાણના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.આલની સુચનાથી પોલીસ સ્ટાફ જનકભાઈ મારવણીયાને બાતમી મળેલ કે રાકેશભાઈ ચંદુભાઈ પટેલ વાળો મોરબી કન્યાછાત્રાલય રોડ પર આવેલ સરદાર સોસાયટી વિરાટ એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા રાકેશભાઈ ચંદુભાઈ પટેલ, રવજીભાઈ દ્યરમશીભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ દ્યનરાજભાઈ પટેલ, મનોજભાઈ જીવરાજભાઈ પટેલ, કાશીભાઈ હિમતભાઇ પટેલ અને ગૌતમભાઈ નરભેરામભાઈ પટેલને રોકડ રકમ રૂ.૮૭,૬૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલ નીમુબેન રાજેશભાઈ સુનરા, મંજુબેન રમેશભાઈ બારૈયા, ગીતાબેન રમેશભાઈ ટીડાણી અને શારદાબેન સોમાભાઈ મકવાણાને રોકડ રકમ રૂ.૪૫૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:06 pm IST)