Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી નાવલી નદીમાં ઘોડાપુરઃ પાલિકા પ્રમુખ સહિતના દોડી ગયા

સાવરકુંડલા : કાલે ધોધમાર અને અનરાધારઙ્ગ વરસાદ વરસતા નાવલી નદીમાં ઘોડાપુર આવતા પાલા કેબીન વાળાઓમાં ભારે નાસ ભાગ મચી જવા પામેલ હતી. છેલ્લા સાતક દિવસ થી ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે આજે સવારથી જ વાદળ છાયું વાતાવરણ થતાની સાથે જ અનરાધાર વરસાઙ્ગ ટૂટી પડતા નાવલી નદીમાં ઘોડાપુર બે કાંઠે આવેલ ત્યારે પાલા કેબીન ધારકો માં નાસ ભાગ મચી જવા પામેલ હતી. તેવી સ્થિતિમાં પાલિકામાં પ્રમુખ વિપુલભાઇ ઉનાવા શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગર સેવક કિરીટભાઈ દવે હિતેષ સરીયા હસું બગડા ઈકબાલ ગોરી તાજું દિન કુરેશી રાજેભાઈ નસીરભાઈ ચૌહાણઙ્ગ સહિત નગર પાલિકાનો સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ પાણી ભરાવાથી થયેલ નુકશાન પામેલ વ્યકિત ની રૂબરૂ મુલાકાત કરી હતી અને નગર પાલિકાના જે સી બી ટ્રેકટર સહિત ઇમરજન્સી સાધન સામગ્રી સાથે લોકોની પડખે ઉભા રહી નિસ્વાર્થ મદદ કરતા કોંગ્રેસના સતાધીશ ની ભારે પ્રસંશા થવા લાગી હતી અને ઇમરજન્સી માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ અને ઇમરજન્સીમાં કોઈ જરૂરિયાત જણાય તો પાલિકાનો સંપર્ક કરવા નગર પાલિકા પ્રમુખ વિપુલભાઇ ઉનાવા એ શહેરની જનતા માટે આહવાન કરવા માં આવેલ હતું.

(1:01 pm IST)