Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

૪૦ હજાર ડોલરની લ્હાયમાં જામનગરના યુવકે રૂ. ૧૪.૪૫ લાખ ગુમાવ્યા : ૧૦ શખ્સો સામે ફરિયાદ

ઇન્સ્ટાગ્રામ ઉપર થયેલ ફ્રેન્ડની જાળમાં ફસાયો યુવક

જામનગર તા. ૫  : મેઘપર પોલીસ સ્ટેશનમાં આશીષ છગનભાઈ સાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–ર–ર૦ર૦ના મોટી ખાવડી, રીલાયન્સ સેકટર નં.–૧ર, બ્લોક નં.૩પ/૪માં રહેતા આશીષભાઈ સાથે આરોપીઓ સોફીયા રે. લંડન, સીમા કાર્ડ નં. ૮૭૩ર૮૪૦ર૦૦, દિનેશ શર્મા, આઈ.સી.આઈ.સી. આઈ. ના બેન્ક એકાઉન્ટ નં. ૧૪૦૧૦૧પ૧પરપ૬, એસ.બી.આઈ. હોલ્ડર કુંદન એકાઉન્ટ નં. ૩૧૯૬૦૮૭૩૬૮, વિજયાબેંક હોલ્ડર નામ સેવાલેટેપ, એકાઉન્ટ નં. ૮૧૦૬૦૧૦૧ર૦૦૦૧૦૬ કેનેરા બેંક ઓમવીરસિંહ એકાઉન્ટ નં. ૦૩૬૯૧૦૧૦ર૯ર૭૪, કુલદીપ કોનીયા એકાઉન્ટ નં. ૩૯૧૪૧૩૭ર૪પ૮, મોબાઈલ નં. ૭૦૮પ૪૬૩૬, મો.નં. ૮૯ર૯૪૭૩૮૭૯ નો ધારક એ કાવતરાના ભાગરૂપે આરોપી સોફીયા લંડનવાળી મહિલા તરીકેની ઓળખ આપી ઈન્સ્ટાગ્રામ ઉપર સંદેશો મોકલી અને વ્હોટસએપ ઉપર વાતચીત કરી ટેકસ મેસેજ કરી કહેલ કે તને ૪૦,૦૦૦ ડોલર મોકલું છું તેમ કહી ફરીયાદી આશીષભાઈની અલગ અલગ બેંકના એકાઉન્ટ નંબર આપી અલગ અલગ વ્યકિત સાથે મોબાઈલ ફોનના માધ્યમથી વાતો કરાવી મોકલેલ ડોલરનું પેકેજ કલીયર કરવા માટે કટકે–કટકે રૂપિયા જમા કરાવવાનું કહી ડોલર નહી મોકલી તમામ આરોપીઓએ મળી ફરીયાદી આશીષભાઈ પાસેથી કુલ રૂ.૧૪,૪પ,૦૦૦ પડાવી લઈ ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુનો કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.(

(1:00 pm IST)