Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પડધરીના રંગપર પાસે ફાર્મહાઉસમાં જુગારની મીની કલબ પકડાઇ : રાજકોટના ૯ પત્તાપ્રેમીઓ પકડાયા

રાજકોટનો રાયમલ વિરડા તેના ફાર્મમાં જુગાર રમાડતો'તો : પ૦ હજારની રોકડ સહિત ૩.પ૪ લાખનો મુદ્દામાલ કબ્જે : પીએસઆઇ મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફનો દરોડો

રાજકોટ, તા. પ : પડધરીના રંગપર ગામની સીમમાં આવેલ ફાર્મહાઉસમાં ચાલતી જુગારની મીની કલબ ઉપર પડધરી પોલીસે રેઇડ કરી જુગાર રમતા રાજકોટના ૯ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. જયારે ફાર્મહાઉસના માલીકની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધારીના રંગપર ગામની સીમમાં રાજકોટના રાયમલ વિરાભાઇ વીરડાના વીરડા ફાર્મહાઉસમાં બહારથી જુગારીયાઓને બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ પડધરીના પી.એસ.આઇ. મહાવીરસિંહ પરમાર તથા એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા રાજકોટના ૯ પત્તાપ્રેમીઓને રોકડા રૂ. પ૦,૯૦૦, મોબાઇલ નંગ-૧૦, ત્રણ બાઇક તથા એક કાર મળી કુલ ૩,પ૪,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં કેતન કરશનભાઇ મીંયાત્રા રે. નંદનવન સોસાયટી  માધાપર રાજકોટ, રમેશ શામજીભાઇ પરેશા રે. નંદનવન સોસાયટી માધાપર રાજકોટ, દિવ્યરાજસિંહ સહદેવસિંહ જાડેજા રે. એસ.આર.પી. કેમ્પ-૧૩ની બાજુમાં આસ્થા સોસાયટી રાજકોટ, વિરેન્દ્રસિંહ નાનભા જાડેજા રહે. બજરંગવાડી શેરી નં. ૬ રાજકોટ, કરણ નનાભાઇ મીંયાત્રા રે. ધર્મરાજ પાર્ક શેરી નં.૪ સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રાજકોટ, રસીક દેવશીભાઇ કગથરા રે. રાધે રેસીડેન્સી અયોધ્યા ચોક ૧પ૦ ફુટ રીંગ રોડ રાજકોટ, દિગપાલસિંહ દિલુભા જાડેજા રે. ભારતીયનગર ગાંધીગ્રામ રાજકોટ, સુધીર ભુપતભાઇ તેરૈયા રે. બજરંગવાડી શેરી નં.૪ રાજકોટ તથા જનકસિંહ નીરૂભા પરમાર રે. ઘંટેશ્વર કલ્યાણી સોસાયટી રાજકોટનો સમાવેશ થાય છે. જયારે ફાર્મના માલીક રાયમલ વિરાભાઇ વિરડા રે. રાજકોટની શોધખોળ હાથ ધરાઇ છે.

પડધરી પોલીસે ઉકત તમામ સામે જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.(

(12:56 pm IST)