Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જુનાગઢ જિલ્લામાં જુગાર અંગે દરોડાઃ વધુ ૭૧ જુગારીની ધરપકડ

રોકડ સહિત રૂ. ૪.પ૮ લાખનો મુદામાલ કબ્જે કરતી પોલીસ

જુનાગઢ તા. પઃ જુનાગઢ જિલ્લામાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને વધુ ૭૧ જુગારીની રૂ. ૪.પ૮ લાખનાં મુદામાલ સાથે ધરપકડ કરતા જુગારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જુનાગઢ જિલ્લામાં જુગારીઓ સામે કાર્યવાહી કરવા ડીઆઇજી મન્નીદરસિંઘ પવાર અને એસપી રવિ તેજા વાસમશેટ્રીની સુચનાથી પોલીસે દરોડા શરૂ કર્યા છે.

જેમાં પોલીસે વંથલીનાં ધંધુસર, સાંતલપુર અને નરેડી ગામે દરોડા પાડીને ર૩ શખ્સોને રૂ. ૧.૪પ લાખનાં મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા છે.

તેમજ માંગરોળમાં છાપરા સોસાયટી અને ખોડાદા ગામમાંથી પોલીસે ૧૩ જુગારીની રૂ.૩૭ હજારથી વધુનાં મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

ઉપરાંત માણાવદરનાં જાંબુડા ગામમાંથી ૪ જણાને રૂ. ૧૧૬૩૦ સાથે તથા જુનાગઢ તાલુકાનાં ૬૬ કેવી વિસ્તારમાંથી ૪ જણાને રૂ. પ૭ર૦ સાથે તેમજ મેંદરડાનાં ગુંદાળા ગામમાંથી પોલીસે ૧૦ જુગારીન.ે રૂ. ૧,૬૮,પ૮૦નાં મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

ઉપરાંત કેશોદ પોલીસે કેવદ્રા ગામમાંથી ૯ શકુનીની રૂ. ૧૩,૧૯૦ સાથે, શીલનાં દિવાસામાંથી ૪ જણાની રૂ. રર,૭ર૦ સાથે અને માળીયા હાટીના તાલુકાનાં જુથળ ગામમાંથી પોલીસે ૪ જુગારીની રૂ. પ૧,૦૮૦નાં મુદામાલ સાથે જુગાર રમવા સબબ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:55 pm IST)