Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

હળવદના સુખપર ગામની સીમમાંથી દારૂના જથ્થા સાથે હોટલ માલિક ઝડપાયો

મોરબી,તા.૫: મોરબી જીલ્લા પોલીસ વડા એસ.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. જે.આલની સુચનાથી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના યોગેશદાન ગઢવી અને દશરથસિંહ પરમારને બાતમી મળેલ કે હળવદના સુખપર ગામની સીમમાં હળવદ-ધ્રાંગધ્રા રોડ પર જૂની રામદેવ હોટલના માલિકે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૦૦ કીમત રૂ.૭૦,૦૦૦ સાથે આરોપી ઠાકરારામ લક્ષ્મણરામ ચૌધરી રહે-સુખપર ગામની સીમ મૂળ-રાજસ્થાન વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. જે.એમ.આલ, ઈશ્વરભાઈ કલોતરા, ચંદુભાઈ કાણોતરા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ફૂલીબેન તરાર, યોગેશદાન ગઢવી, દશરથસિંહ પરમાર, નીરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, સતીશભાઈ કાંજીયા અને હરેશભાઈ સરવૈયા સહિતની ટીમે કરેલ છે.

(11:47 am IST)