Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ગોંડલમાં ૧૬ વ્યકિતઓના ભોગ લેવાની સાથે કોરોનાની બેવડી સદી

ગોંડલ તા. પઃ ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના રેકોર્ડ બ્રેક ૧૮ વ્યકિતઓને સંક્રમિત કરતાં બેવડી સદી નોંધાવી સાથે કોરોનાના કુલ આંકડો ર૧૪ પહોંચ્યો હતો જયારે ૧૦૪ વ્યકિતઓ ડિસ્ચાર્જ થયા હતા. ૧૦૦ વ્યકિતઓ હાલ સારવાર લઇ રહ્યા છે કોરોનાના આ કપરા સમયમાં ૧૬ વ્યકિતઓ મોતના મુખમાં ધકેલાઇ જવા પામ્યા છે.

(11:46 am IST)