Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જસદણના પૂર્વ નગરપતિ ભરતભાઇ અનડકટની રામ મંદિર માટે ૨૮ વર્ષથી ચા ની બાધા

જસદણ, તા. ૫ :અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનું ભૂમિ પુજનઙ્ગ સંપૂર્ણ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. રામ ભકતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ મંદિર નિર્માણ થાય તે માટે દેશભરમાં અનેક લોકોએ અનેક બાધાઓ પણ રાખી હતી. જેમાંથી જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ અનડકટ જેઓ હાલ સુરત સ્થાઈ થયા છે

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તે માટે જસદણના કારસેવક ભરતભાઇ દ્વારા વર્ષ ૧૯૯૨થી એક ખાસ બાધા રાખી હતી. આ બાધા હનુમાન દાદા પાસે રાખવામાં આવી હતી. બાધા મુજબ અનડકટ દ્વારા પોતાની પ્રિય ચાને ભગવાન શ્રીરામનું મંદિર ન બને ત્યાં સુધી ત્યજી દીધી હતી. ૨૮ વર્ષથી ભરતભાઈએ ચા નથી પીધી અને જયારેઙ્ગ અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણનો શિલાન્યાસ થયો છે, ત્યારે તેઓ ખૂબ જ આનંદિત છે. પરંતુ તેઓએ જણાવ્યું હતું કે તેઓ ચા હવે ત્યારે પીસે જયારે ભવ્ય રામ મંદિર સંપૂર્ણ તૈયાર થઈ જશે અને અયોધ્યા જઈ રામલલાના દર્શન કરશે. ભરતભાઈએ ભગવાન શ્રીરામના મંદિર નિર્માણના આંદોલનમાં સક્રિય રીતે ભૂમિકા પણ ભજવી હતી. સુરતમાં આયોજિત આંદોલનના કાર્યક્રમોમાં તેઓએ ભાગ પણ લીધા છે. 

(11:41 am IST)