Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ઉના ગીર પંથકના બાબરીયા વિસ્તારમાં ર ઇંચ : રાવલ ડેમના ર દરવાજા ખોલ્યા

ઉના શહેરમાં અર્ધો ઇંચ : મછુન્દ્રી ડેમનો હજુ ઓવરફલો ચાલુ

ઉના, તા.પ : ઉનાના ગીર પંથક બાબરીયા વિસ્તારમાં ગઇકાલે બે ઇંચ તથા ઉના શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાવલ ડેમમાં લેવલ જાળવવા ડેમના ર દરવાજા અર્ધો ફુટ ખોલ્યા છે.

ઉનાના ગીરગઢડા તાલુકામાં ગઇકાલે વરસાદી વાતાવરણ જામ્યું હતું. ગીર વિસ્તાર બાબરીયા તથા ભાખા, થોરડી, ફરેડા, ઉમેદપરા, સનાવાવમાં બપોર સુધીમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ઉના શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસતા અડધો ઇંચ વરસાદ વરસી ગયો છે. મોસમનો ૪૮૧ મીમી (૧૯ ઇંચ) થયો છે. મછુન્દ્રી ડેમ આજે પણ ઓવરફલો ચાલુ રહ્યો હતો. રાવલ ડેમ પણ ૧૭.૭પ મીટર ભરાઇ જતાં લેવલ જાળવવા બે દરવાજા અડધો ફૂટ ખોલ્યા હતાં.(

(11:41 am IST)