Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મોરબીમાં પાર્કિંગની કાયમી માથાકૂટઃ નવા બસ સ્ટેન્ડ નજીક ટ્રાફિક પોલીસની કાર્યવાહી

સુપરમાર્કેટ પાસે આડેધડ પાર્કિંગ થતી કારો સામે કેમ કાર્યવાહી નહિ

મોરબી,તા.૫:મોરબીમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ના હોય જેથી વાહનચાલકોને કાયમી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો આજે મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલ કારને લોક કરી પોલીસે કાર્યવાહી કરી હોય જેથી કારચાલકમાં રોષ ભભૂકયો હતો.

મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કાર રોડના નિર્ધારિત કરેલ પટ્ટા અંદર હતી આમ છતાં પોલીસે કાર લોક કરી કાર્યવાહી કરી હતી કાર જીજે ૩૬ બી ૭૧૩૩ ના ચાલક મધુસુદન પંડ્યા પાસેથી મળતી માહિતી મુજબ કાર યોગ્ય રીતે પાર્ક કરેલ હોય છતાં પોલીસે લોક કરવાની ખોટી કાર્યવાહી કરી છે જે યોગ્ય નથી તો આ મામલે ટ્રાફિક પોલીસે નવા બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી એસટી બસને ટર્ન મારવામાં અવરોધ પેદા થતો હોવાની દલીલ આપવામાં આવી હતી જયારે કારચાલકે જણાવ્યું હતું કે સુપરમાર્કેટ પાસે રોડની સાઈડમાં આડેધડ અનેક કાર પાર્ક થયેલી જોવા મળે છે જોકે પોલીસ કાર્યવાહી કરતી નથી અને તેની કાર યોગ્ય રીતે પાર્ક કરી હોવા છતાં પણ કાર્યવાહી કરી છે.

(11:35 am IST)