Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પોરબંદરઃ ઓજત-મધુવંતી કોસ્ટલ કેનાલનું કામ શરૂ કરવા ખાતરી બાદ ઉપવાસ આંદોલન સમેટાયું

પોરબંદર,તા. ૫: તાલુકાના ગોરસર નજીક ઓજત-મધુવંતી કોસ્ટલ કેનાલ બનાવવાનું કામ મંજુર થયા બાદ કામ શરૂ કરવાની માંગણી સાથે જીલ્લા કામ શરૂ કરવાની માંગણી સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તથા ખેડૂત આગેવાનો દ્વારા શરૂ કરેલ ઉપવાસ આંદોલન દરમિયાન ક્ષાર અંકુશના અધિકારી રૂબરૂ આવીને કેનાલનું કામ શરૂ કરવા ખાતરી આપતા ઉપવાસ આંદોલન સમેટાઇ ગયું છે.

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તેમજ કોંગ્રેસના આગેવાનો, ખેડૂતો અને માલધારી દ્વારા ગોરસર ગામે કેનાલ ક્રોસિંગની બાજુમાં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા પોલીસની સિકયોરીટીમાં આંદોલન ચાલુ રાખવામાં આવ્યુ  દરમિયાન ક્ષાર અંકુશના અધિકારીશ્રી વાલગોટર દ્વારા રૂબરૂ આવી ૨૦ દિવસમાં કામ શરૂ કરવાની બાહેંધરી આપવામાં આપતા આંદોલતના સમાપ્તિ કરવામાં આવી છે.

આંદોલનમાં સહયોગ આપનાર કોંગ્રેસ આગેવાનોનું જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આભાર માનવામાં આવ્યો.ઉપવાસ આંદોલન દરમિયાન કેટલાંક અસામાજિક તત્વોએ ધમકી આપી ગયેલ તેને આગેવાનોએ વખોડી કાઢેલ છે.

ઉપવાસ આંદોલનમાં નાથાભાઇ સાથે કારાભાઇ રાતીય (રાતીયા સરપંચ), કેશુભાઇ પરમાર (કોંગ્રેસ આગેવાન), ઠેબાભાઇ ચૌહાણ, દેવાભાઇ ઓડેદરા, અરજણભાઇ સોલંકી, પવનભાઇ કોડિયાતર, મેરૂભાઇ સિંધલ, ગગનભાઇ થાપલિય અને અનેક કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા.(

(11:35 am IST)